ધોરણ 10 નું પરિણામ ક્યારે આવી શકે ? વિશે માહિતી

ધોરણ 10,12 સામાન્ય પ્રવાહ પરિણામ : રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે.


ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઇ હતી. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10નું પરિણામ આવી શકે છે.

રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થતા મે મહિનામાં ધો.10- પરિણામ આવી શકે છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવાનો નિર્ધાર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા 10 દિવસ વહેલું પરિણામ આવી ગયું છે.

પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 10મી પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના વલણો મુજબ, GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર કરશે. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હાંસલ કરવા જરૂરી છે.

આ રીતે ચેક કરો તમારું પરિણામ

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ

  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2023 (ધોરણ 10 અને 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરીયલ નંબર એડ કરો
  • જે બાત સબમીટ બટન પર ક્લિક કરવાથી  તમારું પરિણામ સ્કીન પર જોવા મળશે. અને ડાઉનલોડ પણ કરી શકશો