Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા લોન યોજના 2023 ગુજરાત
|| Tabela Loan Yojana in Gujarat 2023 (તબેલા માટેની લોન યોજના), આદિજાતિ નિગમ યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Cow Tabela Loan in Gujarat ||
Tabela Loan Yojana Gujarat 2023 : પશુપાલકો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના. તબેલા માટેની લોન યોજના દ્વરા લાભાર્થીઓને રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે.
Tabela Loan Yojana Gujarat 2023
તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Vibhag Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
યોજનાનું નામ | તબેલા લોન યોજના 2023 |
આર્ટિકલનું નામ | તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Office Website |
Online Apply | Direct Online Apply |
- જે પણ વ્યક્તિ અરજી કરે છે તેમનું આદિજાતિ નું પ્રમાણપત્ર.
- હજી કરનાર વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
- જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગે છે તેમની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની એક લાખ વીસ હજાર રૂપિયા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તેમને માટે 1 લાખ 50 હજારની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
- અરજી કરનાર વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે તેમજ ચૂંટણી કાર્ડ પણ હોવું જરૂરી છે.
- ગુજરાતમાં રહેતા વ્યક્તિ જે તબેલાના અથવા રોજગાર ધંધા માટે ધિરાણ ની માંગણી કરતા હોય તો તેની માહિતી હોવી જરૂરી છે.
- જે પણ વ્યક્તિ અરજી કરે છે તેની તબિયત ચલાવવા માટેની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈએ.
- અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
- આધાર કાર્ડની નકલ
- અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
- જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
- જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
- લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
- જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
- તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે.
- સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.
- લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
- તબેલા લોન યોજના નો લાભ કોણ લઇ શકે છે?આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર ગુજરાતના વતની અને આદિજાતિના નાગરિક હોવા જોઈએ.
- તબેલા લોન યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે? તબેલા લોન યોજના માટે લાભાર્થીઓને કુલ રૂ.4 લાખ ની લોન આપવામાં આવે છે.
- લોન પરત કરવાનો સમયગાળો? 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
- તબેલા લોન યોજના હેઠળ કેટલું વ્યાજદર સાથે આપવામાં આવે છે? તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની છૂટ રહેશે.
Post a Comment