Vahali Dikri Yojana 2023 | વહાલી દીકરી યોજના 2023

 Vahali Dikri Yojana 2023 in gujarati pdf download  વહાલી દીકરી યોજના 2023 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર ની ઘણી બધી યોજનાયો પૈકી vahali dikri yojana વિશે આજે આપણે જાણકારી મેળવીશું વહાલી દીકરી યોજના માં જરૂરી documents લાયકાત ફોર્મ વગેરે વસ્તુ ની માહિતી આપડે આ post માં મેળવી છું.


જો તમે પણ Vahali Dikri Yojana 2023 માં ફોર્મ ભરવા માંગતા હોવ અને તમારા મન માં સવાલ હોઈ વહાલી દીકરી યોજના માં શુ શું.. ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તો તમે આ post ને અંત સુધી વાંચજો તમને તમામ જાણકારી મળી જશે જે વહાલી દીકરી યોજના માટે ખુબ ઉપયોગી છે.


આપણવાંચો : જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના

વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ 2023

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષાગુજરાતી
હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમએક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમયદીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/


 Purpose of Vahli Dikri Yojana 2023– વ્હાલી દીકરી યોજના નો હેતુ 
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 


આપણવાંચો : ચા પીવાના ફાયદા
વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?
  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  •  દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  •  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  •  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

આપણવાંચો : પંડિત દિન દયાળ યોજના ગુજરાત
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

ગુજરાત રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટ ની જોગવાઈમાં સુધારો કરવામાં આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જુદાજુદા વિભાગો દ્વારા ચાલતી એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરીને સરકાર દ્વારા સ્વ ઘોષણા ની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે અને આ યોજના હેઠળ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના માં સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ આપવામાં આવેલો છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તારીખ: 04/04/2022 સરકાર દ્વારા સોગંદ ની પ્રક્રિયા કેન્સલ કરવામાં આવેલી છે હવે પછી જ્યારે ગુજરાત રાજ્યના લોકો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલા દંપતીના સોગંદનામાં ને બદલે હવે અનુચ્છેદ મુજબ સ્વ ઘોષણા કરવાનું જરૂરી છે.

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.

બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે–  લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

આપણવાંચો : તબેલા લોન યોજના 2023 ગુજરાત

Vhali Dikri Yojana ની પાત્રતા

1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

Vhali Dikri Yojana Document

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.


આપણવાંચો : સમગ્ર ગુજરાતનાં જમીન રેકોર્ડ | 7/12 નાં ઉતારા

Vhali Dikri Yojana : અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું


1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.


Vhali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahali dikri yojana 2023 form મેળવવા માટે Download બટન પર ક્લિક કરો.

Vhali Dikri Yojana Important Link

Download Vhali Dikari Yojana Form


વહાલી દીકરી યોજનાના ફાયદા – Vahali Dikri Yojana Benefits

આ યોજના અંતર્ગત જ્યારે બાળકી પહેલા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે રૂપિયા 4000 ત્યારબાદ ધોરણ 9 માં પ્રવેશ છે ત્યારે રૂપિયા 6,000 અને દિકરી પુખ્તવયની થાય એટલે કે ૧૮ વર્ષની  ઉંમર વટાવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા એક લાખનો સહાય પેટે ચૂકવવામાં આવે છે આમ કુલ આ યોજના અંતર્ગત લાડલી દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા સાહાય પેટે કુલ 1,10,000 રૂપિયા  ચૂકવાય છે.

  • જો દીકરીના બાળલગ્ન થયેલા હશે તો વહાલી દીકરી સહાય નો ત્રીજો હપ્તો(છેલ્લો હપ્તો) રૂપિયા એક લાખ મળવાપાત્ર રહેશે નહીં.
  • જો કોઈ કારણોસર દીકરીનું આકસ્મિક મૃત્યુ થયું તો તેની સહાય તેના માતા-પિતાને મળવાપાત્ર થશે. પરંતુ ૧૮ વર્ષ અગાઉ મુર્ત્યુ પામશે તો સહાય મળવા પાત્ર રહેશે નહી.

How to Apply Online Vahali Dikri Yojana Gujarat

  • Vali Dikri Yojana 2023 માં ઓનલાઈન અરજી કરવા માટે તમે ગુજરાત સરકારનુ ડિજીટલ પોર્ટલ પર જઈ કરી શકો. તેના સ્ટેપ નિચે આપેલ છે.
  • સૌ પ્રથમ તમારે વાલી દિકરી યોજનાનું ફોર્મ ભરી સહી સિક્કા કરાવી લેવા.
  • ત્યારબાદ તેના સાથે ઉપર જણાવેલ તમાંમ ડોક્યુમેન્ટ જોડી લેવા.
  • હવે તમારે તમારા ગામના વી.સી પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી શકો અથવા મામલતદાર કચેરીના ઓપરેટર પાસે જઈ અરજી કરાવી શકો.
  • ગ્રામ પંચાયત VC અથવા તાલુકા ઓપરેટર તેમનાં લોગીન માંથી “Digital Gujarat Portal” પર વ્હાલી દિકરી યોજનાની ઓનલાઈન અરજી કરેશે.
  • ત્યારબાદ તમારે અરજી જમાં થઈ એની પોહચ આપશે, જે તમારે તમારી પાસે સાચવી રાખવાની થશે.

Vahali Dikri Yojana Helpline Number

જે મિત્રો વ્હાલી દિકરી યોજનાના હેલ્પ લાઇન નંબર તથા તેના લગતી માહિતી શોધી રહ્યા છો, તો તમે જિલ્લા કક્ષાની બાળ અને મહીલા વિભાગ માંથી માહિતિ મેળવી શકો છો, તદ ઉપરાત અમે અહી નિચે હેલ્પ લાઈન નંબર સેર કરેલ છે જેનો પર ફોન કરી ને માહિતી મેળવી શકો

Help Line Number- 079-232-57942


Important Links

ઓફીસીયલ વેબસાઈટ :- ક્લિક કરો

ઓનલાઈન અરજી માટે :- ક્લિક કરો


FAQ’s – યોજના બાબતે પુછાતા પ્રશ્નો

પ્રશ્ન ૧ . વહાલી દીકરી યોજનામાં કેટલા રુપીયા ની સહાય મળે છે?
જવાબ :- આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ હપતામાં કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય મળે છે.

પ્રશ્ન ૨. વ્હાલી દીકરી યોજના ૨૦૨૩ માં અરજી કેટલા સમયમાં કરવાની રહેશે?
જવાબ :- દિકરીના જન્મથી લઈને ૧ વર્ષની થાય ત્ત્યા સુધી અરજી કરવા પાત્ર ગણાશે.

પ્રશ્ન ૩. vahali dikari yojana માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
જવાબ :- ગુજરાત સરકારના ડિજીટલ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.