આજે લોન્ચ થશે Ather 450S' સહિત ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટર, ફુલ ચાર્જર કરવાથી કેટલી કિલોમીટર દોડશે આ ઈલેક્ટ્રીક સ્કૂટર ?
બેંગલુરુ માં આવેલી સ્ટાર્ટઅપ કંપની Ather Energy આજે ભારતમાંએન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450S સહિત ત્રણ નવા EV લોન્ચ કરવા જઈ રહી છે. લાઇવ ઇવેન્ટ બપોરે 12 વાગ્યે એ સ્ટાર્ટ થશે. ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iCube, Ampere Primus અને Ola Electricના આવનારાS1 Airને ટક્કર આપવા સક્ષમ છે.
Atherએ હાલના સમયમાં 450S ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં સ્કૂટરની રેન્જ, ટોપ સ્પીડ અને શરૂઆતની કિંમત જાહેર કરવામાં આવી હતી. ટીઝરમાં સ્કૂટરનું ડિજિટલ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દેખાય છે. કંપનીએ દાવો કર્યો છે કે 450S ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 115 કિલોમીટર દોડશે.
બપોરે 12 વાગ્યે ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને વબીજું ઘણું બધું જોવા મળશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અન્ય બે સ્કૂટર 450S અથવા 450Xના વેરિયન્ટ્સ હોવાની શક્યતા છે.
કંપની દાવો કરે છે કે Ather 450S માર્કેટમાં ઉપલબ્ધ પરંપરાગત 125CC પેટ્રોલ સ્કૂટરની સરખામણીમાં સારું પ્રદર્શન અને સારી સવારીનો અનુભવ આપે છે. ડિઝાઇનના સંદર્ભમાં 450S ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર થોડા કોસ્મેટિક ફેરફારો સાથે કંપનીના 450X જેવું જ હશે.
Ather 450S ની બેટરી અને પ્રદર્શન વિશે માહિતી
કંપનીએ Ather 450Sમાં પરફોર્મન્સ માટે ઇલેક્ટ્રિક મોટર આપી છે, જે 8.58 bhpનો પાવર અને 26 nmનો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા છે.
આ સ્કૂટર માત્ર 3.9 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની સ્પીડ પ્રાપ્ત કરે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક હશે. ઇલેક્ટ્રિક મોટરને પાવર આપવા માટે 3 kWh બેટરી પેક સાથે જોડવામાં આવે છે.
નવા સ્કૂટરમાં હિલ હોલ્ડ અસિસ્ટ જેવા શાનદાર ફીચર્સ મળી શકે છે
નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Ather 450X ફીચર્સ મળી શકે છે. 450X માં હિલ હોલ્ડ આસિસ્ટ, પાર્ક આસિસ્ટ, GPS નેવિગેશન, રાઈડ મોડ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને લાઈવ ટ્રેકિંગ જેવી ઘણી આધુનિક સુવિધાઓ છે.
કલર વિકલ્પો વિશે વાત કરીએ તો, 450X કોસ્મિક બ્લેક, સોલ્ટ ગ્રીન, ટ્રુ રેડ, લુનર ગ્રે, સ્પેસ ગ્રે અને સ્ટિલ વ્હાઇટ કલર આ સ્કૂટરમાં વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
Post a Comment