નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/- હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.






યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna
યોજનાનો ઉદ્દેશ્ય :- દીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
યોજનાની કુલ રકમ 1250 કરોડ
ધો.9-10 ની દીકરીઓને રૂપિયા દસ હજાર ( ₹.10,000)
ધો.11-12ની દીકરીઓને રૂપિયા પંદર હજાર ( ₹.15,000)
કેટલી દીકરીઓને સહાય - 10 લાખ વિદ્યાર્થીનીઓને

નમો લક્ષ્મી યોજનાનો હેતુ

નવું બજેટ બહાર પડવામાં આવ્યું જેમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસ્તી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.


નમો લક્ષ્મી યોજનાનો લાભ

નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.


1. ધોરણ 9 અને 10. ₹10,000
2. ધોરણ 10 પાસ કરતા ₹10000
3. ધોરણ 11 અને 12. ₹15,000
4. ધોરણ 12 પાસ કરતા ₹15000


નમો લક્ષ્મી યોજનાનો ઓફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો.


1. નમો લક્ષ્મી યોજના શું છે?
જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.


2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?
જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.


3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે ?
જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.