Benefits of Tea |ચા પીવાના ફાયદા

 Benefits of Tea : આપણા બધાના દિવસની શરૂઆત ચાની ચૂસકી માણવા થી જ  થાય છે. ચા પીવાથી જાણે કે શરીર આળસ ખંખેરીને બેઠું થતું હોય તેમ લાગે છે. અને આમ જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો  છે. ચા વિના જાણે કે દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે તેથી આપણને ઘરે ઘરે ચાના બંધાણી જોવા મળી જાય છે. 


જો તમે પણ ચા પીવાનો શોખીન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્ય ની  છે.



આપણવાંચો :  ધોરણ 10 નું પરિણામ ક્યારે આવી શકે ? વિશે માહિતી


ચા પીવાના છે આ ફાયદાઓ

ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.


  1. ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
  2. ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
  3. ચામાં એંટીજેન હોય છે જે Health Benefits of Tea એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
  4. તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણા રોગોથી શરીરને બચાવે છે.
  5. ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
  6. ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
  7. આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.
  8. ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વી. સહેલાઈથી બહાર નીકળી ધકે છે. ઉપરાંત અસ તત્વો હૃદયની ધમણીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચવાને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદો કરે છે.


આપણવાંચો : ધોરણ 12 પછી શું કરવું? વિશે માહિતી


મેથીની ચા પીવાના ફાયદા

  • ડાયાબિટીસમાં ફાયદાકારક : મેથીની ચા જાદુઈ રીતે શક્તિશાળી છે જે મુખ્યત્વે ડાયાબિટીસવાળા લોકોના બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હર્બલ ચા બનાવવા માટે 10 ગ્રામ મેથીનો ઉપયોગ કરવો અને સવારે તેનું સેવન કરવાથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તે HbA1cને નોંધપાત્ર રીતે ઓછું કરે છે.
  • મેથીના દાણામાં ધુલનશીલ ફાયબર હોય છે જે લોહીમાં સુગર લેવલને ઘટાડે છે અને શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સનું શોષણ ધીમું કરે છે. એક અભ્યાસ અનુસાર, મેથી ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ સારી છે.
  • કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ : મેથીની ચા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. મેથીમાં ગેલેક્ટોઝ અને મૈનોઝ (ઘટક) હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવા માટે જાણીતા છે. તે હૃદયને કોઈપણ રોગોથી બચાવવામાં મદદ કરે છે. આ બીજમાં એન્ટીઑકિસડન્ટ એન્ઝાઇમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
  • સ્તનપાન કરાવતી માતા માટે ફાયદાકારક : સ્તનપાન કરાવતી માતાઓ માટે મેથીની ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક અભ્યાસ અનુસાર, મેથીમાં એવા પદાર્થો હોય છે જે સ્તનપાનને પ્રોત્સાહન આપે છે. આ ચા સ્તન દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
  • બળતરામાં ઘટાડો : કેટલાક અભ્યાસો દર્શાવે છે કે મેથીના દાણામાં લિનોલીક અને લિનોલેનિક એસિડ હોય છે. આ બંનેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવી શકે છે. તેની સારી ફાઇબર સામગ્રીને લીધે, તે ભોજન પહેલાં લેવામાં આવે ત્યારે તે ભૂખ મટાડનાર તરીકે કામ કરી શકે છે.
  • અલ્ઝાઇમર રોગ : મેથી અલ્ઝાઈમરથી પીડિત લોકોની યાદશક્તિ પર સકારાત્મક અસર કરીને લાભ માટે જાણીતી છે. સંધિશોથ સંધિવાના લક્ષણોને ઘટાડવામાં પણ મેથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
  • વજન ઘટાડવામાં : વજન ઘટાડવું એ પ્રવાસ છે. તમે એક વસ્તુ કરીને જાદુઈ રીતે વજન ઘટાડી શકતા નથી. જો કે, કસરત અને હેલ્ધી ખાવાની સાથે, તમે તમારા દિનચર્યામાં મેથીની ચાનો સમાવેશ કરી શકો છો. આ ચરબીને સંગ્રહિત થવાથી અટકાવી શકે છે. એટલા માટે દરરોજ મેથીની ચા પીવાથી તમારું વજન ઝડપથી ઘટે છે.
  • પાચન માટે ફાયદાકારક : મેથીના દાણામાં પાણીમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે તમારી પાચન તંત્ર માટે ઉત્તમ છે. આ ચા પીવાથી તમારી પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે અપચો, કબજિયાત, પેટનું ફૂલવું વગેરેની સારવાર કરવામાં મદદ મળે છે. અલ્સર અને એસિડિટી જેવી સમસ્યાથી પીડિત લોકો માટે પણ આ ચા ફાયદાકારક છે.
  • વાળ અને ત્વચા માટે ફાયદાકારક : મેથીની ચા પીવાથી તમારા શરીરને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે ત્વચાની અકાળ વૃદ્ધત્વને અટકાવે છે. મેથીની ચા તમારા વાળ માટે પણ ફાયદાકારક છે. તે તમારા વાળને સ્વસ્થ બનાવે છે અને ડ્રાયનેસ, ફ્રિઝ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી બચાવે છે.
  • એક કપ મેથીની ચા તમારા માટે ખરેખર ફાયદાકારક હોઈ શકે છે. મેથીની ચા કેવી રીતે બનાવવી તે તમે નથી જાણતા? તો નીચે આપેલી રેસિપી દ્વારા જાણી શકો છો.
  • મેથીની ચા બનાવવા માટે સામગ્રી : મેથીના દાણા 1 ચમચી, પાણી 1 કપ. 1 ટીસ્પૂન મેથીના દાણા લો અને તેનો પાવડર બને ત્યાં સુધી તેને પીસી લો. તમે તેને બ્લેન્ડરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. હવે ઉકળતા પાણીમાં 1 ચમચી મેથી પાવડર ઉમેરો. તેને ગાળ્યા વગર પીવો.


આપણવાંચો : રીડ અલોગ એપ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગી એપ


ગોળની ચા પીવાના ફાયદા

  • ગોળની ચા પીવાથી પાચન શક્તિ ખૂબ જ સારી રહે છે.
  • છાતીમાં બળતરાની સમસ્યામાં રાહત મળે છે.
  • આપણા શરીરને ગરમાવો આપવાની સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક માર્ગ છે.
  • ઠંડીમાં ગોળની ચા પીવાથી ખાંસી અને કફમાં રાહત મળે છે.
  • વારંવાર જો તમને થાકનો અનુભવ થાય તો ગોળની ચા પી શકો છો.
  • જે લોકોને ગળા અથવા ફેફસામાં વારંવાર સંક્રમણ થઈ જતું હોય તે ગોળની ચાનું સેવન કરી શકે છે.
  • માઈગ્રેન અથવા માથાના દુખાવા માટે પણ ગોળની ચા લાભકારી છે.
  • ગોળની ચા લોહીની ઉણપને દૂર કરે છે.
  • ગોળની ચા પીવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
  • તેનું સેવન કરવાથી પિરિયડ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે.
  • આ ચા પેટને સાફ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક રીત છે.
  • ગોળની ચા પેટ એટલે કે ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
  • ગોળની ચા પીવાથી હાડકાં મજબૂત રહે છે.