-->

Child Aadhar card | બાળકોના આધારકાર્ડ માટેની પ્રોસેસ

 યુટિલિટી ડેસ્કઃ UIDAIએ જાહેરાત કરી છે કે બાળકોના આધાર કાર્ડને હવે બાલ આધાર તરીકે પણ ઓળખવામાં આવશે.  જેમાં નવજાત શિશુ પણ આધાર કાર્ડ માટે પાત્ર છે.  આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય દસ્તાવેજ છે.  આધાર કાર્ડમાં વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા પણ હોય છે.



5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલ આધાર કાર્ડ આપવામાં આવે છે જે વાદળી રંગનું હોય છે. 5થી 15 વર્ષ સુધીના બાળકો માટે એક સરખું આધારકાર્ડ આપવામાં આવે છે. કેટલીક હોસ્પિટલમાં બાળકના જન્મનું રજિસ્ટ્રેશન કર્યા પછી તરત જ આધારકાર્ડની રિસિપ્ટ આપવામાં આવે છે.


બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમ.

પાંચ વર્ષ સુધીના બાળકો માટે બાયોમેટ્રિકની જરૂરત પડતી નથી.

એમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે બાયોમેટ્રિકની જરૂરત પડતી નથી. એ ઉપરાંત આધાર કાર્ડને પેરેન્ટ્સના ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન અને ફોટોગ્રાફના આધાર પર બનાવવામાં આવે છે. બાળકોના પાંચ વર્ષ પુરા થયા પછી બાયોમેટ્રિક જેવી ફિંગર વગેરેના આધારે રજીસ્ટર કરાવવાનું હોય છે.


આ દસ્તાવેજોની જરૂર પડશે

  • બાળકનું મૂળ જન્મ પ્રમાણપત્ર
  • માતાપિતામાંથી કોઈપણનું આધારકાર્ડ
  • ચકાસણી માટે આ બંને દસ્તાવેજો મૂળ નકલો હોવા જોઈએ.


આ રીતે ઓનલાઇન અરજી કરી શકાય છે AADHAAR કાર્ડ

તમારા 0 થી 5 વર્ષના બાળક માટે આધારકાર્ડ બનાવવા માટે તમારે આધાર નોંધણી કેન્દ્રમાં જવું પડશે. પરંતુ એનાથી બચવા માટે તમે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.


પહેલા બધા જરૂરી દસ્તાવેજો અને માહિતી એકત્રિત કરો.

  • તે પછી UIDAIની જાઓ અને Get Aadhaar વિભાગ પર જાઓ અને એપોઇન્ટમેન્ટ બુક કરો.
  • સ્થાનની વિગતો દાખલ કરો અને પછી Proceed to Book an Appointment પર ક્લિક કરો.
  • આ પછી New Aadhaar વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ મોબાઇલ નંબર દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • તે પછી Personal Details સેક્શનમાં જાઓ બધી જરૂરી માહિતી ભરો અને ત્યારબાદ Proceed પર ક્લિક કરો.
  • આ પછી, તમે તમારી અપોઇમેન્ટ માટે સમય અને સ્લોટ પસંદ કરો અને પછી Next ક્લિક કરો.
  • બધી માહિતી ચકાસી લો અને એપોઇન્ટમેન્ટ બુક કરવા સબમિટ પર ક્લિક કરો.
  • આ કરવા માટે તમારે પસંદ કરેલા આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને પછી ત્યાં તમારી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.


નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા દિવસો પછી આધાર ઘરે આવી જશે

આધાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ક્રીન પર બાળક સંબંધિત તમામ માહિતીને યોગ્ય રીતે તપાસો અને જો કોઈ ભૂલ દેખાય તો તરત જ તેને સુધારી લો. એકવાર બાળકના આધાર કાર્ડની નોંધણી થઈ જાય પછી તમને એક સ્વીકૃતિ સ્લિપ આપવામાં આવશે. જ્યાં સુધી બાળકનું આધાર કાર્ડ તમારા ઘરે ન આવે ત્યાં સુધી આ સ્લિપ સુરક્ષિત રાખવી પડશે. વાસ્તવમાં, આ સ્લિપમાં એપ્લીકેશન નંબર હોય છે, જેના દ્વારા આધારનું સ્ટેટસ જાણી શકાય છે. સ્લિપ મળ્યા પછી તમારા મોબાઈલ નંબર પર આધાર જનરેશન માટે એક સૂચના પણ આવશે. આ સાથે જ બાળકના આધાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થશે. થોડા દિવસો પછી આધાર કાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવશે.


• તમારા બાળક નું આધાર કાર્ડ માટે apply કરવા – અહીં ક્લિક કરો

•વિડિયો દ્વારા માહિતી માટે – અહી ક્લિક કરો