Information About Storm Names | વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ
ભારતમાં ચક્રવાતી વાવાઝોડા આવવા હવે સામાન્ય બની ગયા છે અને આવામાં તમે જોયું હશે કે, વાવાઝોડા ના વિચિત્ર નામો સંભળાતા હોય છે. દરેક વાવાઝોડા અને તોફાનના અલગ અલગ નામો રાખવામાં આવતા હોય છે. આવામાં તમારા મનમાં એક વિચાર ચોક્કસ આવ્યો હશે કે, આખરે આ તોફાનો ના નામ આવી રીતે કોણ રાખતું હશે? તો આવો જાણીએ કે વાવાઝોડાના નામ કોણ નક્કી કરે છે અને કઈ રીતે નક્કી કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : રીડ અલોગ એપ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગી એપ
વાવાઝોડા ના નામ કઈ રીતે નક્કી કરવામાં આવે?
વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના કક્કાવારી ક્રમને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. સામાન્ય રીતે સમુદ્રી વાવાઝોડાના નામ સ્ત્રી અથવા પુરુષના નામ ઉપરથી રાખવામાં આવે છે. કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી હોય તેવું જરૂરી હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને જલદી યાદ રહી જાય તેવા રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવનારાં વાવાઝોડાઓને કયું નામ આપવું તે નિર્ધારિત કરવા દરેક દેશના હવામાન વિભાગ એક બેઠક યોજે છે.
આ પણ વાંચો : ધોરણ 12 પછી શું કરવું? વિશે માહિતી
સમુદ્રી વાવાઝોડુ એટલે શુ?
સમુદ્રનાં ગરમ પાણીના કારણે હવા ગરમ થઈ વધુ ઝડપથી ઉપરની તરફ જાય છે. આ હવા જ્યારે ઠંડી પડે છે ત્યારે તે નીચે રહેલી ગરમ હવા તેને વધુ ધક્કો આપે છે આમ હવાના ચક્રના કારણે શક્તિશાળી પવન સર્જાય છે. આ શક્તિશાળી પવનને આપણે વાવાઝોડા કે ચક્રવાત તરીકે ઓળખીયે છીયે.
આ પણ વાંચો : ધોરણ 10 નું પરિણામ ક્યારે આવી શકે ? વિશે માહિતી
અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા નામો
હિન્દ મહાસાગરમાં અવારનવાર ઉત્પન્ન થયેલા વાવાઝોડાના અત્યાર સુધીમાં આપવામાં આવેલા કેટલાક નામોમાં જાલ, ઓનિલ, થાને, નિશા, હિબારુ, આઇલા, કેઇલા, ફયાન, બાજ, નરગિસ, ગિરી,બંધુ, રશ્મિ, મુક્દા, માસા, ફેટ, ફનૂસ, ફેલિન, ઓખી, ફાની વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પર્યટન સ્થળ દૂધસાગર વિશે માહિતી અને વિડિયો
હવે પછી ઉપયોગમાં લેવાનાર નામો
હિન્દ મહાસાગર “વાયુ” પછી હવે નવા ઉત્પન્ન થનાર વાવાઝોડા માટે માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરે નામો ઉપયોગમાં લેવાશે.
વાવાઝોડાનું નામકરણ શા માટે?
મહત્વની બાબત એ છે કે 1945 સુધી કોઇ પણ ચક્રવાત કે વાવાઝોડાનું નામકરણ કરવામાં આવતું ન હતું. આ કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વિજ્ઞાનીઓને કોઇ પણ વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં કે તે અંગેની વાત કરવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે તેઓ પોતાના સંશોધનમાં કોઇ વાવાઝોડાની વાત કરતા હતા ત્યારે મહિનો અને વર્ષ ચોક્કસથી લખવું પડતું હતું, જો તે લખવામાં ભૂલ થઇ તો સમગ્ર ગણતરીમાં ભૂલ પડતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિશ્વ હવામાન સંગઠને વર્ષ 1945થી દરેક વાવાઝોડાની ઓળખ માટે તેને નામ આપવાનો નિર્ણય લીધો હતો.
વાવાઝોડાના નામકરણનો હેતુ
વાવાઝોડાના નામકરણ પાછળનો હેતુ એટલો છે કે લોકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે. વિજ્ઞાનીઓને પણ રિપોર્ટ તૈયાર કરવામાં કોઇ ભૂલ પડતી નથી. લોકોને વાવાઝોડાની આગાહી આપવામાં સરળતા રહે છે.
નામોની પસંદગી કેવી રીતે?
જ્યારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના આલ્ફાબેટિક ઓર્ડરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. તેના નામ કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી પણ આધારિત હોય તેવું હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહી જાય તેવા હોય.
નામકરણ કોણ કરે છે?
જુદા જુદા દેશોના હવામાન વિભાગો દ્વારા પ્રસ્તાવિત નામોમાંથી એક નામ નક્કી કરવા માટે દુનિયાભરમાં જુદી જુદી સમિતીઓ છે. આ સમિતીઓ જેવી કે ઇસ્કેપ ટાઇફૂન સમિતી. ઇસ્કેપ પેનલ ઓફ ટ્રોપિકલ સાયક્લોન, આર એ 1 ટ્રોપિકલ સાયક્લોન કમિટી વગેરે. આ કમિટીઓ દુનિયાભરમાં આવતા વિવિધ વાવાઝોડાઓ પર નજર રાખે છે.
Post a Comment