Farmer Smart Phone Yojna Gujarat – ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
રાજય સરકાર દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર અને ઈન્ટનેટથી કનેકટ કરી કૃષિ ક્ષેેત્રે ખેડૂત પ્રગતિ કરી શકે તે હુતુથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે. જેથી ખેડૂતો સરકારની ઓનલાઈન સુવિધાનો સીધો લાભ મેળવી શકે છે. અને કૃષિવિભાગની તમામ સહાય યોજનાઓની ઓનલાઈન અરજી પણ કરી શકે છે.રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય અને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાયની યોજનાનો લાભ મળી રહે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજયની સરકાર દ્વારા આગામી તા.15મેના રોજ સવારે 10:30 થી આઈ ખેડુત પોર્ટલ પર આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
આપણ વાંચો : તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે?
જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકશે.ઉપરોકત બંને યોજનાઓમાં પાણીના ટાંકામાં 50 ટકા અથવા 9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર તેમજ સ્માર્ટ ફોનમાં 40 ટકા અથવા રૂ।000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.રાજય સરકાર દ્વારા ખેડુતોનું કલ્યાણ સુનિશ્ર્ચિત થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઅ અમલમાં મુકવામાં આવી છે.
સરકાર દ્વારા ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવવા અનેકવિધ પગલા લેવાઈ રહ્યા છે.પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજય સરકાર દ્વારા વધુએક આઈ ખેડુત પોર્ટલનો પ્રારંભ કરવાના ખેડુતલક્ષી નિર્ણયને આવકારી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલને અભિનંદન પાઠવ્યા હતાં.
આપણ વાંચો : વૃદ્વ પેન્શન યોજના 2023
સ્માર્ટફોન યોજના ગુજરાત 2023 Highlightયોજનાનું નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | ગુજરાત ખેડૂત |
યોજના સહાય | સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ. 6000 બેમાંથી જે ઓછું હોય |
સત્તાવાર વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત પાસે જમીન હોવી જોઈએ.
- જો ખેડૂત પાસે એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર આપવામાં આવશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં, ખેડૂતો ikhedut 8-A માં દર્શાવેલ ખાતાધારકોમાંથી માત્ર એક જ લાભ મેળવવા માટે હકદાર રહેશે.
- આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે જ હશે. સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝ જેમ કે બેટરી બેકઅપ ઉપકરણો, ઇયરફોન અથવા ચાર્જર શામેલ કરવામાં આવશે નહીં.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ જેમાં મોબાઈલનો IMEI નંબર દર્શાવતું હોય
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- 8-અ ની નકલ
- આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં નીચે આપેલ છે
- સૌ પ્રથમ તમારે Ikhedut પોર્ટલ @ ikhedut.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
- તમને વેબસાઇટના હોમપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. હોમપેજ પર, તમારે “ખેડૂતો માટે ગુજરાત સ્માર્ટફોન યોજના” વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર છે.
- તે પછી, તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ પરની તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
- હવે તમારે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- અંતે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટેની ગુજરાત સ્માર્ટફોન યોજના માટે તમારી નોંધણી પૂર્ણ થઈ જશે.
Official Circular | Click Here |
Apply Online | Click Here |
Official Website | Click Here |
- 15-05-2023
Post a Comment