How Many SIM Card Active In Your Name? | તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે?
તમને લોકો ને ખબર જ હશે કે અત્યારે ઓનલાઇન કેટલા છેતરપિંડી ના કેસ જોવા મળી રહ્યા છે. એમાં તો કેટલાક લોકો ખોટા સીમ કાર્ડ ના ભોગ બની રહ્યા છે. લોકો ના ડોક્યુમેન્ટ્સ નો દુરુપયોગ કરી ને ખોટા સીમ કાર્ડ બનાવે છે અને તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
તો આ લેખ માં તમને જાણવા મળશે કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ બનેલા છે અથવા કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે. આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું ?
આપણવાંચો : રીડ અલોગ એપ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગી એપ
તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? શા માટે જાણવું જરૂરી
તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આપણવાંચો : ફિલ્મ આદિપુરુષ નું ટ્રેલર
તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? કેવી રીતે ચેક કરવું ?
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
- અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
- તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
- આ રીતે તમે જાણી શકો છો.
આપણવાંચો : ચા પીવાના ફાયદા
આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.
આપણવાંચો : ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર
જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.
સીમકાર્ડ ચેક કરવાની લીંક | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |
Post a Comment