-->

Manav Garima Yojana | માનવ ગરીમા યોજના

 માનવ ગરીમા યોજના(Manav Garima Yojana) નિયામક , વિકસતી જાતિ કલ્યાણની કચેરી , ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ , લઘુમતી અને વિચરતી , વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને જરૂરી સાધનો / ટુલ કીટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે . જેમાં જુદા જુદા ધંધાઓ / વ્યવસાયો માટે નિયમોનુસાર સાધનો ટુલ કીસ આપવામાં આવે છે. સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઇન વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત સરકાર, રાજ્યની જનતા માટે ફાયદાકારક યોજનાઓ માટે જાણીતી છે, દરેક વ્યક્તિ પ્રત્યે ખૂબ જ ચિંતિત છે.  આદિજાતિ બાબતોના મંત્રાલયની સહાયથી રાજ્ય સરકારે અનુસૂચિત જાતી નાં લોકો માં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને રોજગારમાં સુધારો લાવવાનું શરૂ કર્યું છે.


આ પણ વાંચો : તબેલા લોન યોજના 2023 ગુજરાત

Agenda of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના હેતુ

ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ e-kutir.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.


Manav Garima Yojana હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.


આ પણ વાંચો : પંડિત દિન દયાળ યોજના ગુજરાત

Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે?

● કડીયાકામ

● સેન્‍ટીંગ કામ

● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

● મોચીકામ

● દરજીકામ

● ભરતકામ

● કુંભારીકામ

● વિવિધ પ્રકારની ફેરી

● પ્લમ્બર

● બ્યુટી પાર્લર

● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

● સુથારીકામ

● ધોબીકામ

● સાવરણી સુપડા બનાવનાર

● દુધ-દહી વેચનાર

● માછલી વેચનાર

● પાપડ બનાવટ

● અથાણા બનાવટ

● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

● પંચર કીટ

● ફ્લોર મીલ

● મસાલા મીલ

● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

● મોબાઇલ રીપેરીંગ

● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

● હેર કટીંગ (વાળંદ કામ)

● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

આપ સૌને જણાવી દઇએ કે ઉપર આપેલ રોજગાર મુજબ ની તમામ પ્રકાર ની Tool kit જેતે લાભાર્થી ને અરજી કર્યા બાદ મફત મા આપવાનાં આવશે.


આ પણ વાંચો : ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર

www.sje.gujarat.gov.in manav garima yojana

આ યોજના માટે નાં અરજી ફોર્મ અને ઓનલાઈન અરજી કરવા માટે manav garima yojana website પર જઈ ને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેનું પોર્ટલ છે e samaj kalyan portal gujrat. ત્યાર બાદ જ આ યોજના નો લાભ મેળવી શકશે.


Manav Garima Yojana 2023-24 Gujarat Income Limit – આવક મર્યાદા

આ યોજના હેઠળ લાભાર્થીઓ કે જેઓ લાભ મેળવવા માંગે છે તેવા લાભાર્થીઓ ને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવક મર્યાદા નીચે મુજબ ની નક્કી કરવામાં આવેલ છે.

  • ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 1,20,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
  • શહેરી વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ચા પીવાના ફાયદા

Samaj Kalyan Manav Garima Yojana – પાત્રતા

આ યોજના માં રાજ્ય નાં જરૂરિયાતમંદ વ્યક્તિને મફત મા ટૂલકીટ આપવામાં આવશે.જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના નીચે મુજબ નાં પાત્રતા ધરાવતા લોકો જ આ યોજના નો લાભ મેળવી શકે છે.

  1. લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  2. E samaj Kalyan Portal પર જઈ ને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  3. આ યોજના માં ઓનલાઈન અરજી કરતા સમયે લાભાર્થી એ જરૂરી તમામ માહિતી અને આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જરૂર જણાય ત્યાં અપલોડ કરવાના રહેશે.
  4. લાભાર્થી ની ઉંમર 18 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.
  5. માનવ ગરીમા યોજના નો લાભ પરિવાર મા કોઈપણ એક વ્યક્તિ ને એક વાર જ મળે છે.
  6. ભૂતકાળ માં લાભાર્થી એ આ યોજના અથવા તો અન્ય કોઈ એજન્‍સી કે સંસ્થામાંથી યોજના નો લાભ ન મેળવેલ હોવો જોઈએ.


Document Required For Gujarat Manav Garima Yojana | ગુજરાત માનવ ગરિમા યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થીઓ ને નીચે મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ્સ રજુ/અપલોડ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું રેશનિંગકાર્ડ
  • લાભાર્થી નો વાર્ષિક આવક નો દાખલો
  • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર (SC/ST/OBC)
  • લાભાર્થી નું લિવિંગ સર્ટિ (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • લાભાર્થી નું રહેણાંક નો પુરાવો ( લાઇસન્સ/વીજળીબિલ)
  • લાભાર્થી નું અનુભવ અંગે નું પ્રમાણપત્ર
  • લાભાર્થી નું સ્વાઘોષણા પત્ર
  • લાભાર્થી નું પાસપોર્ટ સાઇઝ ના ફોટો
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક


કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? । How To Online Apply Manav Garima Yojana For SC

       માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Registration કરવાનું હોય છે. એસ.સી જ્ઞાતિના અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે.
  • તેમાં “E Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
  • સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • અનુસુચિત જ્ઞાતિના લાભાર્થીઓએ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
  • Manav Garima Yojana for SC માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશનમાં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana For SC Print કાઢવાની રહેશે.

માનવ ગરિમા યોજના 2022 | Manav Garima Yojana 2022

યોજનાનું નામ

માનવ ગરિમા યોજના

રાજ્ય

ગુજરાત સરકાર

લાભાર્થીઓ

અનુસુચિત જાતિ કેટેગરીના

ગરીબ લોકો

ઉદ્દેશ્ય

નવા બિઝનેસ ના શરૂઆતમાં

પ્રોત્સાહનો આપવો

અરજી નો પ્રકાર

ઓનલાઇન ફોર્મ

સત્તાવાર વેબસાઇટ

esamajkalyan.gujarat.gov.in

ઓનલાઇન અરજી માટે

અહી ક્લિક કરો

એપ્લિકેશન સ્થિતિ

ઉપલબ્ધ છે