Vridha Pension Yojna 2023 | વૃદ્વ પેન્શન યોજના 2023

 ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો, નિરાધાર વૃધ્ધ માટે ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં ઈન્‍દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય અને નિરાધાર અપંગોના નિભાવ માટે યોજના અમલી છે.


આ પણ વાંચો : વહાલી દીકરી યોજના 2023

Vridha Pension Yojna 2023 Form
યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
સાઇટsje.gujarat.gov.in
ગુજરાતના ઘણા લોકો પોતાનું જિવન ખેતી પર નિરભર છે, ત્યારે ખેતી અથવા મજુરી કરી ગુજરાન ચલાવતા લોકો પોતાની બચત કરી શકતા નથી જેથી વૃદ્ધ અવસ્થામાં કોઇપણ પ્રકારનો આવકનો સ્ત્રોત રહેતો નથી. જેથી સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અમલમાં લાવી તેમને માસીક પેન્શન પેટે ૧૨૦૦ રુપિયા ચુકવી, વૃદ્ધ અવસ્થા સમયે તેમને આર્થીક રીતે મદદ મળી રહે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. 

આપણવાંચો : વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojna 2023 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.
આપણવાંચો : જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના
કોને લાભ મળે ?
  • આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
  • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

આપણવાંચો : Whatsapp થી ગેસની બોટલ બુક કરવા માટે ઉપયોગી માહિતી
ડોકયુમેન્ટ લીસ્ટ
  • ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ ની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રેશન કાર્ડની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ

મળતી સહાય
આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.

પેન્શન યોજના ફોર્મ
આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિ ક્લીક કરો
WhatsApp Groupઅહિ ક્લીક કરો

“ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, જાણો સંપૂર્ણ માહિતી”